ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બુધવારે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવું નક્કી થયું હતું કે રાજ્યમાં ધો. 1 થી 12 ની શાળાઓ જૂન મહિનામાં શરુ નહિ થાય. પણ કરોડો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહિ એ માટે દરેક વિદ્યાર્થીઓના ઘરે વિષયલક્ષી પુસ્તકો પહોંચાડવામાં આવશે. આ પુસ્તકો શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડશે.
જયારે કોલેજ ના શિક્ષણ માટે સેમેસ્ટર 3,5 અને 7 નું ઓનલાઇન શિક્ષણકાર્ય તા. 21 જૂન થી શરુ કરી દેવામાં આવશે. થોડા સમય પહેલા સાયન્સ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરુ કરવા પણ જાહેરાત કરવામાં આવી હતી.
બીજી બાજુ હાજી પણ ધો. 10 અને 12 કોમર્સ નું પરિણામ જાહેર થવાનું બાકી છે. બીજી તરફ જૂન મહિનામાં કોરોના વાયરસ નું સંક્રમણ વધે એવા એંધાણ છે. સ્કુલ શરુ થાય તો ભીડ થાય અને સામાજિક અંતર ના જળવાય એ માટે જૂન મહિનામાં સ્કુલ શરુ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં એક જ દિવસ માં 400 થી વધુ કેસ આવતા હવે કોરોના વાયરસ ના કુલ કેસ ની સંખ્યા 17000ને પાર થાય ચુકી છે. 1.25 લાખ થી વધુ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડશે પુસ્તકો. આ ઉપરાંત દૂરદર્શન જેવી ચેનલો પર મળશે ઓનલાઇન શિક્ષણ. આ વર્ષે સ્કુલ સત્ર શરુ ના થયું હોવાથી ફી માફી નો કોઈ સવાલ જ નથી ઉઠતો.
જાણો કઈ તારીખથી શરુ થશે શાળા અને કોલેજો.
ધો. 10 અને 12 કોમર્સ નું પરિણામ જાહેર ??
ગુજરાતમાં એક જ દિવસ માં 400 થી વધુ કેસ
ધો. 1 થી 12 ની શાળાઓ જૂન મહિનામાં શરુ નહિ થાય.
કોરોના વાયરસ ના કુલ કેસ ની સંખ્યા 17000ને પાર થાય ચુકી છે.
કોલેજ ના શિક્ષણ માટે સેમેસ્ટર 3,5 અને 7 નું ઓનલાઇન શિક્ષણકાર્ય તા. 21 જૂન થી શરુ .



No comments:
Post a Comment